ડીસામાં નગરપાલિકાની સામાન્ય સભા વિકાસના કામોની ચર્ચા વગર જ 5 મિનિટમાં પૂર્ણ કરાઇ : વિપક્ષી સભ્ય સહીત શાસક પક્ષના કેટલાંક સભ્યોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

નગરપાલિકામાં શાસક પક્ષ અને ભાજપ સંગઠન વચ્ચે ચાલતાં આંતરીક ડખાઓ

 

ડીસા નગરપાલિકાના ભાજપના શાસકો વચ્ચે ચાલતાં આંતરીક વિખવાદના કારણે બીમારીનું કારણ ધરી પ્રમુખ રજા ઉપર ઉતરી જતાં શનિવારે મળેલી સામાન્ય સભા કોઇપણ પ્રકારના વિકાસના કામોની ચર્ચા
વગર માત્ર 5 મિનિટમાં પૂર્ણ કરતાં વિપક્ષી સભ્ય સહીત શાસક પક્ષના કેટલાંક સભ્યોમાં પણ રોષ ભભૂકી ઉઠયો હતો.

ડીસા નગરપાલિકામાં છેલ્લા 7 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. જેમાં ઘણા લાંબા સમયથી ભાજપમાં આંતરીક જૂથ બંધીના કારણે અનેક વિકાસના કામો થઇ શકયા નથી.

જેનું એક ઉદાહરણ ડીસામાં બનેલ નાનાજી દેશમુખ બાગ છે. જે ભાજપના શાસકોના આંતરીક ડખાના કારણે કરોડો રૂપિયા ખર્ચ્યાં બાદ પણ આજે વેરાન બની ગયો છે.

 

ત્યારે હજુ પણ શાસકોમાં આંતરીક વિખવાદ ચાલી રહ્યો હોય તેમ હાલમાં જ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર બીમારીનું કારણ ધરી રજા ઉપર ઉતરી ગયા હોવાની ચર્ચા શહેરભરમાં થઇ રહી છે.

 

ત્યારે શનિવારે ડીસા નગરપાલિકામાં મળેલી સામાન્ય સભા માત્ર વંદે માતરમનું ગીત ગાઇ 5 મિનિટમાં પૂરી કરી દેવાતાં આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ ચોમાસાના વાતાવરણના લીધે રોગચાળો ફેલાયેલો છે. વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ તૂટી ગયેલા છે.

 

ત્યારે આવા તાકીદના કામોની ચર્ચા કરવાની જગ્યાએ તેમજ વિપક્ષી સભ્યોની કોઇ પણ રજૂઆત સાંભળ્યા સિવાય નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે 5 મિનિટમાં બોર્ડ પુરૂ કરી દેતાં વિપક્ષી સભ્ય સહીત નગરજનોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.

 

આ અંગે ડીસા નગરપાલિકાના વિપક્ષના નેતા ડો.ભાવિબેન શાહે જણાવ્યું હતું કે, ‘ભાજપના શાસકો તેમના આંતરીક વિખવાદમાંથી બહાર આવતાં નથી અને શહેરનો વિકાસ ખાડે ગયો છે.
બોર્ડમાં વિપક્ષને બોલવાની પણ તક આપવામાં આવતી નથી અને કોઇ રજૂઆત સાંભળવામાં આવતી નથી. ભ્રષ્ટાચારમાં ડૂબેલા શાસકો અત્યારે ચોમાસામાં રોડ-રસ્તાના કામો અને રોગચાળો જેવી મહત્વની ચર્ચા કરવા પણ તૈયાર નથી.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!