પાલનપુરના યુવકે મંગેતરને ગેસ્ટ હાઉસમાં બોલાઈ અંગત પળોના વિડિયો વાયરલ કર્યા

- Advertisement -
Share

પાલનપુરના એક યુવકે ડીસાના એક ગામની પોતાની મંગેતરને કપડાં લેવાના બહાને ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણીની સાથે મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના ફોટાઓનો 6 મહિના બાદ વિડિયો બનાવી યુ-ટ્યુબ પર વાયરલ કર્યો હતો. આ અંગે તેણીની ફરિયાદના આધારે ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. પાલનપુરના લંગરીયાપુરા વિસ્તારમાં રહેતા અજયભાઇ ઉર્ફે ટાઇગર રમણભાઇ પટણીની સગાઇ એક વર્ષ અગાઉ ડીસાના એક ગામમાં રહેતી સગીરા સાથે થઈ હતી.

જેણે 26 જાન્યુઆરી 2020ના રોજ પોતાની મંગેતરને મારા માતા- પિતાએ આપેલા કપડાં સારા નથી. હું બીજા કપડાં લાવી આપું તેમ કહી તેણીને ડીસાના ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને તેણીની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા. જે અંગત પળોના ફોટા પાડ્યા હતા. દરમિયાન 6 મહિના બાદ આ ફોટાઓનો વિડિયો બનાવી યુ- ટયુબ ઉપર વાયરલ કર્યો હતો. આ અંગે તેણીએ ગુરૂવારે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજયભાઇ પટણી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!