ડીસાના મુડેઠા ગામના ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ

- Advertisement -
Share

ડીસાના મુડેઠા ગામે ગામ તળની જમીન તંત્ર દ્વારા અન્ય લોકોને ફાળવતા ગ્રામજનોએ વિરોધ સાથે આ જમીન ગામ લોકોને ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ.

ગુજરાત ભરમાં સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના લોકો જે ઘર વિહોણા છે તેમને પ્લોટોની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામે આવેલ ગોગાપુરા અને વડલાપુરા વિસ્તારમાં સરકાર દ્વારા ગામતળની જમીનમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને ગ્રામજનોની માંગ છે કે ગામતળની જમીનમાં ગામના જ ગરીબ પરિવારોને પ્લોટોની ફાળવણી કરવામાં આવે જેના પગલે ગુરુવારે મુડેઠા ગામના ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી ગામમાં આવેલી ગામતળની જમીનમાં ગામના જ ઘરવિહોણા પરિવારોને પ્લોટોની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!