ડીસાના પાલડી ગામ પાસે રેલવે ફાટક બાજુમાં જતો રસ્તો સ્થાનિક ખેડૂતોએ અવરજવર માટે ખોલવા મીડિયા સમક્ષ કરી રજૂઆત

- Advertisement -
Share

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોના ધંધા રોજગાર પણ ઠપ્પ થઇ ગયા છે જેના લઈને લોકોને જીવન ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. ત્યારે કેટલાક સરકારી વિભાગો દ્વારા લોકોને ખોટી રીતે હેરાનપરેશાન કરવામાં પાછા પડતાં નથી આવો એક કિસ્સો ડીસા તાલુકાના પાલડી ગામમાં જોવા મળી રહ્યો છે. જેમાં ડીસા તાલુકાના પાલડી ગામ પાસે આવેલ રેલવે ફાટક નંબર 46 જે ખેડૂતો માટે આવવા જવાનો છેલ્લા 70 વર્ષથી રસ્તો હતો જે રસ્તાની આસપાસ 17 જેટલા પરીવારજનો રોજબરોજ અવરજવર કરતાં હતાં જે રસ્તાને રેલવે વિભાગ દ્વારા 4 મહીના પહેલા રેલવેની કામગીરી દરમિયાન રસ્તો બંધ કરી દીધો હોવાથી સ્થાનિક ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

 

 

જેને લઇને પાલડી ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા ખેડુતો સાથે મળીને ચાર માસ અગાઉ જિલ્લા કલેકટર તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સમગ્ર મામલે અમદાવાદ રેલવે વિભાગને પણ લેખિતમાં રજૂઆત કરી રસ્તો ખુલ્લો કરાવા માટે માંગ કરવામાં આવી હતી જેના પગલે માનવ આયોગ દ્વારા જિલ્લા કલેકટરને તપાસના આદેશ આપી ઘટતું કરવા જાણ કરાઈ હતી જેના પગલે ડીસા નાયબ કલેકટર તથા તાલુકા મામલતદાર તથા સર્કલ ઓફીસર સહીતની ટીમ પાલડી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી અને લોકોના અને ખેડુતોના અભિપ્રાય જાણ્યા હતાં.

 

 

 

 

જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવ્યા હતાં જે તપાસને મહીનાનો સમય વિતવા છતાં રેલવે વિભાગ દ્વારા બંઘ કરાયેલ રસ્તો ના ખોલાતા આજે પાલડી ગામના ખેડૂતો અને સરપંચ તથા ઉપસરપંચ દ્વારા વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સમગ્ર મામલે આજ રોજ મીડિયા પાલડી ગામ પહોંચી તેમના પ્રશ્નોને જાણયા હતાં નિરાકરણ આવે તે માટે સ્થાનિક ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેઓ પોતે જણાવી હતી.

 

 

 

જ્યારે આ રસ્તો ચાર મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી સ્થાનિક ખેડૂતોએ આ બાબત પર ડીસા મામલતદાર કચેરી પ્રાંત કચેરી તેમજ રેલવે વિભાગમાં લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆત કરી છે તેમ છતાં આજ દિન સુધી આ રસ્તાને ખુલ્લો મુકવા માટે રેલવે વિભાગ દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી સ્થાનિક ખેડૂતો ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા રસ્તા બંધ કરવા બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું છે કે જિલ્લા કલેકટર દ્વારા પાલડી ગામની રૂબરૂમાં મુલાકાત કરીને રેલવે વિભાગને આદેશ કરી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નિરાકરણ લાવી રસ્તો ચાલુ કરવામાં આવે અને જો પંદર દિવસમાં રસ્તો ખુલ્લો મુકવામાં નહિ આવે તો પાલડી ગામના સરપંચ પતિ તથા ઉપસરપંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી ભૂખ હડતાલ કરી ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેમ છતાં પણ વહીવટીતંત્ર નહિ જાગે તો ગ્રામજનોએ જણાવ્યું હતું કે આત્મવિલોપન કરવાની ફરજ પડશે જેની સંપુર્ણ જવાબદારી બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રની રહેશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!