ધાનેરા સબ જેલમાંથી ગતરોજ ત્રણ કેદી ફરાર થયાની હકીકત મળતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે માત્ર ૨૦ કલાકમાં જ જિલ્લા પોલીસ સાથે ધાનેરા પોલીસે શિયા ગામની સીમમાંથી ત્રણે આરોપીને ઝડપી પાડી ફરી જેલના હવાલે કર્યા છે. કોરોના મહામારી સામે દિવસ રાત પોતાની ફરજ પર તૈનાત ધાનેરા પોલીસની ગતરોજ ઊંઘ હરામ થઈ ગઈ હતી. ધાનેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ સબ જેલ આવેલી છે. આ સબ જેલમાં કુલ ૭ આરોપી અલગ અલગ ગુના હેઠળ સજા ભોગવી રહ્યા હતા. જયારે ગત રોજ નિયત સમય પ્રમાણે સાંજે આ તમામ કેદીઓને આપવામાં આવ્યું હતું. લોકપની બહાર ગેલેરીમાં બેસી જમતા કેદીઓને સાંજે ૭ વાગ્યા અને ૪૫ મિનિટે ફરજ પરના ગાર્ડ દ્વારા આ સબ જેલની ગેલેરીમાંથી અંદર લોકપમાં મુકવા જતા ત્રણ કેદી અંદર જણાયા ન હતા. ગાર્ડ પરના પોલીસ કર્મી એ અન્ય પોલીસને આ બાબતે જાણ કરતા સબ જેલની તપાસ કરતા સબ જેલની અંદર બનાવેલ સંડાસ બાથરૂમના ઉપરના ભાગની લોખંડની જાળીના સળિયા કાપી ત્રણે કેદી ફરાર થઈ ગયા હતા. આ આખા બનાવની જાણ ધાનેરા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાને કરતા જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. આ ત્રણ કેદીની શોધ માટે એક ઓપરેશન હાથ ધરાયુ હતું. તમામ બાતમી દાર ગુપ્તચરની મદદથી આ ત્રણ ઈસમો ક્યાં છુપાયેલા છે ?
હકીકત મેળવવા માટે જિલ્લા પોલીસ વડા આ આ () ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને ધાનેરા તા શિયા ગામની સિમમાંથી બાબતમીદારની હકીકત મુજબ ત્રણે
આરોપી ઝડપાઇ ગયા હતા. આ ફરાર ત્રણે કેદીઓ અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહ્યા હતા. જેમાં મારામારી ચોરી સહિત તાજેતરમાં પોષ ડોડાના જથ્થા સાથે પકડાયેલ કેદીનો પણ સમાવેશ થાય છે. ત્રણ આરોપી જેમાં અશોક દેવીદાસ સાધુ વાવ તાલુકાના સણવાલ ગામનો જયારે બીજા પિન્ટ મફા ગલચર ધાનેરા શિવનગર અને ત્રીજો કેદી ધાનેરા તાલુકાના શિયા ગામનો નરપત ઉર્ફે નપીયો રાજપૂત સબ જેલમાં અગાઉ પાઇપ લાઈનનું સમારકામ માટે આવેલ પલમ્બર જયારે પાઇપ રીપેરીંગનું કામ કરી રહ્યો હતો. એ વખતે આરી તૂટી જતા એ આરીના ટુકડા વડે માથામાં લગાવેલ તેલ નાખી લોખંડની જાળીની પાઇપ કાપી ફારાર થયા હતા અને આ મામલે ગત રોજ ધાનેરા પોલીસ મથકના એએસઆઈ અમરતભાઈ ફરિયાદી બની આ ભાગેલા ત્રણ કેદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ધાનેરા પ્રાંત અધિકારી, જેલર સહિતના અધિકારીઓએ પણ જેલની મુલાકાત લીધી હતી. ધાનેરા પોલીસમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મીઓની મદદ આ કેદીઓને પકડવા માટે ખુબજ મદદરૂપ બન્યા હતા. જિલ્લા પોલીસ વડા એ પણ ધાનેરા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ધાનેરા પોલીસ તેમજ જિલ્લા પોલીસની કામની સરહના કરી હતી.