ડીસાના યાવરપુરાથી પોલીસે દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 34,420 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસા તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે યાવરપુરા ગામમાંથી દારુ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જયારે પોલીસે કુલ રૂ. 34,420 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, યાવરપુરા ગામના નરસિંહજી ઉર્ફે નરેશભાઇ કપુરજી જાટ પોતાના ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે.

 

જે બાતમીના આધારે રેડ કરતાં આરોપીને વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-105 કિંમત રૂ. 29,420 અને મોબાઇલ ફોન નંગ-1, કિંમત રૂ. 5,000 મળી કુલ રૂ. 34,420 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!