અમીરગઢમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧નું મોત, ૪ લોકોને ઇજા

- Advertisement -
Share

અમીરગઢ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ છે. અકસ્માતની ઘટનામાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇ વાહનચાલકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ હાઇવે પર આરાસુરી પેટ્રોલપંપ પાસે અકસ્માતની ઘટના બની છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં થોડીવાર માટે ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!