પ્રખ્યાત શાયરના પુત્ર તબરેજે કાકા અને ભાઇઓને ફસાવવા પોતાના પર હુમલો કરાવ્યો

- Advertisement -
Share

પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાના પુત્ર તબરેજ પર હુમલાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસની શોધમાં માલૂમ પડ્યુ છે કે તબરેજે કાકા અને ભાઇઓને ફસાવવા પોતાના પર ગોળી ચલાવી હતી. પોલીસે તબરેજ પરના હમલાને બનાવટી ગણ્યો છે. તેની ધરપકડ કરવા પોલીસે લખનઉના રાયબરેલી સ્થિત ઘર પર દરોડા પાડયા. આ મામલે મુનવ્વરે પોલીસ પર જ મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે આ બિકરુકાંડ બનાવવાની કોશિશ ચાલી રહી છે. આવી સ્થિતિમાં તો હું મરી જઇશ અને આના માટે પોલીસ જ જવાબદાર રહેશે.

[google_ad]

શાયર મુનવ્વર રાણાના પુત્ર તબરેજની ધરપકડ કરવા પોલીસ રાત્રે આશરે 2 વાગ્યે હુસૈનગંજ સ્થિત એડ.આઇ. ટાવરમાં તેમના ફ્લેટ પર પહોંચી હતી. રાયબરેલી સ્થિત ઘર પર પણ પોલીસે દરોડા પાડયા, પરંતુ તબરેજ મળ્યો નહીં. મુનવ્વરે આરોપ લગાવ્યો છે કે, પોલીસે દરોડા દરમિયાન ઘરની મહિલાઓ તેમજ પોતાના પર અભદ્ર વર્તન કર્યું. દરેકના મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા. મીડિયા તેમજ વકીલને પણ ના આવવા દીધા અને પોલીસ દાદાગીરી કરી રહ્યા હતા.

[google_ad]

 

પોલીસના દરોડા બાદ શાયરે વીડિયો જાહેર કર્યો અને કહ્યું હતું કે એક દિવસ બિકરુકાંડની જેમ જંગલમાં અમારો મૃતદેહ પડેલો જોવા મળશે. આ વાતમાં આટલો બધો હંગામો કરવાની શું જરૂર છે? હવે આ મુનવ્વર રાણા બિકરુકાંડ બની ગયું છે. તેમણે ઉમેર્યું કે પોલીસે કહ્યું હતું કે અમે તેમને જેલ લઇ જઇશું. મેં વોરંટ વિશે પૂછ્યું તો મને હટી જવાનું કહેવામાં આવ્યું. મુનવ્વરે ઉમેર્યું હતું કે પોલીસે દાદાગીરી કરી, આમાંથી કોઇ મને મારી નાખશે અને જો ના મારે તો હું આત્મહત્યા કરી લઇશ. મુનવ્વરે કહ્યું હતું કે પોલીસે મને હટી જવાનું કીધું, હું કેમનો હટી જાઉ, તે મારો પુત્ર છે, મારી સૌથી મોટી ભૂલ એ જ છે કે મેં તેને જન્મ આપ્યો.

[google_ad]

મુનવ્વર અને તેના ભાઇઓ વચ્ચે પૂર્વજોની જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. 28 જૂનના રોજ રાયબરેલીના ત્રિપુલા ચાર રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર 2 બાઇકસવાર યુવકોએ તબરેજ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તબરેજની કાર પર ફાઇરિંગ કર્યું હતું. તબરેજનું કહેવું છે કે જ્યા સુધી હું મારી લાઇસન્સવાળી પિસ્તોલ કાઢું એ પહેલાં તે બંને ભાગી છૂટ્યા હતા. આ મામલે તબરેજે કોતાવાલીમાં કેસ દાખલ કરાવ્યો હતો. પોલીસે સી.સી.ટી.વી.ના આધાર પર શોધખોળ કરી અને આજ આધાર પર આને બનાવટી હુમલો ગણ્યો છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!