બનાસ ડેરીમાંથી દૂધ ભરવા નીકળેલા ટેન્કરના ડ્રાઈવરને ઝોકું આવી જતાં ટેન્કર મકાનની દીવાલે અથડાયું

- Advertisement -
Share

પાલનપુરની બનાસ ડેરીના રૂટ નંબર 123માં દોડતું ટેન્કર નંબર જીજે-02- ઝેડ-1187 બુધવારે વહેલી સવારે અરવિંદભાઇ ચૌધરી નામનો ડ્રાઈવર લઇ લક્ષ્મીપુરાની દૂધ મંડળીમાં દૂધ ભરવા નીકળ્યો હતો.તે સમયે અચાનક ડ્રાઇવરને લક્ષ્મીપુરા ફાટક નજીક પહોંચતા ઝોકું આવતા ટેન્કર પરનો કાબૂ ગુમાવતા ટેન્કર લક્ષ્મીપુરા ગામ તરફની દિશા સુચક બોર્ડને જમીનદોસ્ત કરી સીધું રસ્તા નજીક આવેલા દેવચંદભાઇ મોતીભાઇ મેડાતના મકાનના પાછળના ભાગની દિવાલને ધડાકાભેર ટકરાયું હતું.જેને લઇ દીવાલમાં બાકોરૂ પડી ગયું હતું.

દેવચંદભાઇ સહિત પાડોશીઓના બે મકાનોમાં તિરાડો પડી ગઈ હતી.ઘરમાં ભગવાનને દિવો કરી રહેલા દમની બીમારીથી પીડાતા 68 વર્ષીય દેવચંદભાઇ ટેન્કરના અકસ્માતને ભૂકંપ સમજી ઘરની બહાર દોટ મૂકી હતી.જોકે તે બાદ ઘરમાં આવી જોતાં ઘરની દીવાલને ટેન્કર અથડાતા મોટું બાકોરૂ પડી ગયું હતું.અને મકાનની તમામ દિવાલોને તિરાડો સહીત મકાનને નુક્શાન થયુ હતુ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!