બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને ખેતતલાવડી બનાવવા સબસીડી આપવા માંગ

- Advertisement -
Share

ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂત દ્વારા પાકી ખેત તલાવડી બનાવી એક અનોખી પહેલ કરી છે ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ ખેતતલાવડીની મુલાકાત લઇ ખેડૂતની કોઠાસુઝને બિરદાવી હતી તેમજ રાજય સરકાર દ્વારા ખેડૂતોને ખેતતલાવડી બનાવવા સબસિડી આપવાની માંગ કરવામાં આવી છે.

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં દિવસે દિવસે પાણીના તળ નીચે જઇ રહ્યાં છે. જીલ્લાના અનેક વિસ્તારમાં ખેતી માટે નહી પરંતુ પશુઓને પીવા માટે પણ પાણી મળતું નથી. હાલમાં બનાસકાંઠા જીલ્લાના દાતીવાડા અને સીપુ ડેમના તળીયા દેખાવા લાગ્યા છે ત્યારે ડીસાના શેરપુરા ગામના શિક્ષક અને યુવા ખેડૂત અણદાભાઇ જાટ દ્વારા પોતાના ખેતરમાં અડઘા વિઘા જમીનમાં એક વર્ષ સુધી 10 વિઘા જમીનમાં પિયત માટે પાણીનો સંગ્રહ થઇ શકે તેવી ભારતની સૌથી મોટી પાક્કી ખેત તલાવડી બનાવી અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

 

 

 

શુક્રવારે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ શેરપુરા ખાતે પહોંચી ખેતતલાવડીની મુલાકાત લઇ યુવા ખેડૂતની કામગીરીને બિરદાવી હતી. આ અંગે ગોવાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લામાં પાણીની અછત જોવા મળી રહી છે. રાજય સરકાર દ્વારા ખેતતલાવડી બનાવવા માટે સહાય આપવામાં આવતી હતી પરંતુ હાલમાં ખેતતલાવડી યોજના અભરાઇ પર ચઢાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા જો સહાય કરવામાં આવે તો અન્ય ખેડૂતો પણ ખેતતલાવડી બનાવવા આગળ આવે. જેથી સરકારે સબસીડી જાહેર કરવી જોઈએ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!