ડીસાની આનંદ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમ્યાન મહિલા અને બાળકનું મોત,પરિવારનો હંગામો

- Advertisement -
Share

તબીબે બેદકારી દાખવી હોસ્પિટલની 2 સ્ટાફ નર્સ દ્વારા પ્રસુતિ કરાવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ, પોલીસમાં અરજી અપાઇ

ડીસામાં શનિવારે રાત્રે એક મહિલાનું પ્રસૂતિ દરમ્યાન મોત થતાં મૃતક મહિલાના પરિવાજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોએ આ મહિલાના મોત પાછળ તબીબની બેદરકારી હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે આ બાબતે તબીબે મહિલાની તબીયત અગાઉથી ખરાબ હોવાની વાત કરી પ્રસુતિ જોખમી હોવાનું જણાવ્યું હતું.

ડીસા શહેરની જોગકૃપા સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ વૈષ્ણવની પત્નીને પ્રસૂતાની પીડા ઉપડતાં વૈષ્ણવ પરિવારે આ પ્રસૂતાને સારવાર માટે ડો.સી.કે.પટેલને ત્યાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન કિરણબેન વૈષ્ણવનું અને તેમના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજતા આખો વૈષ્ણવ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતકના સગાના જણાવ્યાનુસાર કિરણબેન વૈષ્ણવને સારવાર માટે લાવ્યા ત્યારે ડો.સી.કે.પટેલે મહિલાને સિઝેરિયન કરવાની સલાહ આપી હતી.
તેમના પરિવારજનોએ કોઇપણ રીતે પ્રસૂતા મહિલાને બચાવવા જણાવ્યું હતું તેમ છતાં ડો.સી.કે.પટેલે બેદરકારી દાખવી પ્રસૂતા મહિલાને પોતે ડિલિવરી કરાવવાના બદલે લેબર રૂમમાં રેશમાબેન અને ક્રિષ્નાબેન નામની નર્સોના ભરોષે પ્રસૂતાને છોડી જતા રહ્યા હતા. ત્યારે કિરણબેનનું બાળક સાથે મોત નીપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હગામો મચાવ્યો હતો. જેના પગલે ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
તબીબનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે “કિરણબેનને થાઇરોડ અને સુગરની તકલીફ હતી. કિરણબેન જ્યારે સારવાર લઇ રહ્યા હતા ત્યારે જ તેમના પેટમાં બાળકનું મોત થઇ ગયું હતું અને તે વખતે સિઝેરીયન કરવાની મેં સલાહ આપી હતી. પરંતુ પરિવારો નોર્મલ ડીલેવરી કરાવવાની જ જીદ પર અડેલા હતા અને તેના લીધે અચાનક પ્રસૂતા મહિલાની તબિયત વધુ ખરાબ થઇ જતાં તેને સારવાર આપવાની શરૂઆત કરતાં જ મહિલાનું માત્ર ગણતરીની મિનિટોમાં મોત નિપજી ગયું હતું.’ આ બાબતે પરિવારજનો દ્વારા પોલીસમાં અરજી અપાઇ છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!