બનાસકાંઠામાં હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી અનેક સામાજિક સંસ્થાઓ લોકોની વહારે

- Advertisement -
Share

બનાસકાંઠામાં કોરોનાના વધતા કેસોને લઈને હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી કોરોનાગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ વધી છે. જેને લઈને હવે અનેક સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી રહી છે.

જેમાં ડીસાના માળી સમાજની જી.જી વિધાસંકુલમાં 50 બેડનું કોવિડ-કેર સેન્ટર ઉભું કરાયું છે. જ્યાં દર્દીને તમામ પ્રકારની મફત સગવડ મળી રહશે.

 

 

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજીથી વધી રહ્યું છે. જેના લીધે અનેક લોકો કોરોનાની ઝપટમાં આવીને સંક્રમિત થઈ રહ્યા છે. જોકે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતા હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને તેમની મુસીબતો વધી છે.

 

 

જેને લઈને હવે આવા લોકોની મદદે અનેક સમાજો સામાજિક સંસ્થાઓ આવી રહી છે. જેમાં ડીસાના માળી સમાજની જી.જી વિધા સંકુલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર મળી રહે તે માટે 50 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

જે આવતીકાલથી શરૂ કરી દેવાની છે. જેમાં માળી સમાજના ડૉક્ટરો સહિત અનેક ડોક્ટરો સેવાઓ આપશે આ ઉપરાંત આ સેન્ટરમાં દર્દીઓને રહેવા તેમજ ખાવા-પીવાની અને દવાઓની સગવડ વિના મૂલ્યે આપવામાં આવશે. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે પીવાના પાણીની અને પંખા તેમજ એ.સી ની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અને જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!