બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે રૂ. 68,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો
અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા નજીકથી બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે બુધવારે જુગાર રમતાં પાલનપુરના 10 શખ્સોને ઝડપી પાડયા હતા.
જેમની પાસેથી રૂ. 68,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામના વ્હોળામાં ઓચિંતો છાપો માર્યો હતો.
જ્યાં જુગાર રમતાં પાલનપુર રબારીવાસનો પ્રવિણકુમાર તેજાભાઇ દેસાઇ, મફતપુરાનો હરેશકુમાર ઉર્ફે જીગો દલાભાઇ પરમાર, કંથેરીયા હનુમાન વિસ્તારનો કાન્તીભાઇ અમરાભાઇ ચૌહાણ, શાંતિનગરનો
દિનેશભાઇ અમરતભાઇ પરમાર, વિરબાઇગેટનો ભરતભાઇ પોપટભાઇ ઓડ ઠાકોર, બહાદુરગંજનો પરવેજખાન ઉસ્માનખાન પઠાણ, સલેમપુરા દરવાજાનો કમલેશભાઇ ગોદડભાઇ સોલંકી, મફતપુરાનો
અયુબખાન જાફરખાન પઠાણ, ફીરોજખાન ઇસ્માઇલખાન પઠાણ અને ખારાવાસના રઇસખાન ફરીદમીયા શેખને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રૂ. 32,000, રૂ. 36,500 નો મોબાઇલ ફોન નંગ-8 મળી
કુલ રૂ. 68,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે 10 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update