અક્ષય કુમાર પાસે હાલ ફિલ્મોની લાઇન લાગી છે. તોડી ફિલ્મો રિલીઝની રાહ જોઇ રહી છે તો વળી થોડીના શૂટિંગ ઠપ થઇ ગયા છે. આ દરમિયાન પણ અભિનેતા બેક ટુ બેક ફિલ્મો સાઇન કરી રહ્યો છે.
રિપોર્ટસની માનીએ તો, જેકી ભગનાનીની સાથે અક્ષય કુમાર ફરી એક વખત કામ કરવાનો છે. આ પહેલા બન્નેએ બેલ બોટ ફિલ્મ માટે સાથે કામ કર્યું છે આ દરમિયાન અક્ષયને જેકી અને તેના પિતા વાસુ ભગનાનીની સાથે સારા સંબંધો થઇ ગયા છે. બેલ બોટમ ફિલ્મ પુરી થાય એ પહેલા જ નિર્માતાઓએ અક્ષયને આગામી ફિલ્મની વાર્તા સંભળાવી દીધી હતી. અક્ષયે સ્ક્રિપ્ટ વાંચ્યા પછી આ ફિલ્મમા કામ કરવા રાજી થયો છે.
અક્ષય આ એકશન ફિલ્મનુૅ મોટા ભાગનું શૂટિંગ વિદેશમાં કરવાનો થે. તે ફિલ્મ રામ સેતુ અને રક્ષાબંધનના શૂટિંગ પુરા કર્યા પછી આ એકશન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
From – Banaskantha Update