બનાસકાંઠામાં વાવના કોંગ્રેસના ધારાસભ્યના નિવેદન બાદ એક જ દિવસમાં દારૂના અડ્ડા પર પોલીસની તવાઇ : દેશી-વિદેશી દારૂના 184 કેસો કર્યાં

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા જીલ્લામાં શનિવારે પોલીસ દ્વારા મોટાપાયે પ્રોહીબીશનની કાર્યવાહી કરાઇ હતી. જેને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદન પછી પોલીસે કાર્યવાહી કરી હોવાનું કહ્યું હતું. જ્યારે જીલ્લા પોલીસ વડાએ રૂટીન ડ્રાઇવ રાખી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.

 

 

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 દિવસ અગાઉ દિયોદર તાલુકાના કોતરવાડા નજીક મોડી રાત્રે જનતા રેડ કરી દારૂ ભરેલું એક પીકઅપ જીપડાલુ ઝડપ્યું હતું.

 

જો કે, તે પછી જનતા રેડ કરનારા લોકો સામે દારૂ ભરેલા વાહનના ચાલકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 17 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં ધારાસભ્યે પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતાં હોવાના આક્ષેપો કર્યાં હતા.

 

દરમિયાન રવિવારે જીલ્લામાં મોટાપાયે પ્રોહીબીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ધારાસભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે, ‘જીલ્લામાં મોટાપાયે દારૂનું વેચાણ થઇ રહ્યું છે.

 

યુવાધન બરબાદ થઇ રહ્યું છે. આ અંગે ગૃહમંત્રી સમક્ષ પણ અગાઉ વારંવાર રજૂઆતો કરાઇ છે. જનતા રેડ પછી પોલીસે ઉલ્ટાના રેડ કરનારા લોકો ઉપર એક્શન લીધા છે.

 

જેમના જામીન સહીતની કાર્યવાહી ચાલુ છે. જો કે, પોલીસ હપ્તા લેતી હોવાના મારા નિવેદન પછી પોલીસે પોતાના બચાવમાં જીલ્લામાં મોટાપાયે દારૂના અડ્ડા ઉપર રેડ કરી કાર્યવાહી કરી છે.’

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં રવિવારે રૂટીના પ્રોહીબીશન ડ્રાઇવ રાખવામાં આવી હતી.

 

જેમાં સમગ્ર જીલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂના 175 કેસ અને વિદેશી દારૂના 9 કેસ મળી કુલ 184 કેસ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમે 371 સ્થળોએ ઓચિંતી તપાસ કરી હતી. જ્યાંથી કોઇ મુદ્દામાલ મળ્યો ન હતો.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!