દેશ અને દુનિયામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો હજુ પણ કોરોના કહેર વર્ષાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના થરામાં કોરોના ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લઘંન. જેનો વીડિયોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં લગ્નમાં પ્રસંગમાં હાજર લોકો બેફામ નાચી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં સિંગર દિવ્યા ચૌધરીએ પણ હાજરી આપી તેઓ પણ માસ્ક વિના અનેક લોકો સાથે ફોટા પડાવતા નજરે પડી રહ્યા છે.
રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે, ધીમે ધીમે કોરોના આંકડાઓમાં ઘટાડો થઈ રહ્યો છે જો કે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યાતા સેવાઈ રહી છે જેને લઈને તંત્ર પણ સાબદું બન્યું છે લગ્ન પ્રસંગોમાં સરકારે 50 લોકોની સંખ્યાને મર્યાદિત કરી છે.
ત્યારે થરામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. લગ્ન પ્રસંગમાં લોકો ભાન ભૂલી મસ્તીમાં ઝૂમતા નજરે પડ્યા હતા કોરોના કાળમાં ભાન ભૂલી ડી.જેના તાલે ઝૂમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે લોકો કોવિડ ગાઈડલાઈના અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધઝાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે બનાસકાંઠામાં યોજાતા આ લગ્ન પ્રસંગમાં સિંગર દિવ્યા ચૌધરીએ પણ હાજરી આપી હતી. જેમાં તેઓ પણ લગ્ન પ્રસંગમાં ઝૂમી રહ્યા છે અને લોકો સાથે ફોટો પડાવી રહ્યા છે સિંગર દિવ્યા ચૌધરીએ બિન્દાસ્ત બની કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો એટલું નહી લોકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. જેને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
From – Banaskantha Update