ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજય સરકારની ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કોન્ટ્રાકટર દ્વારા તમામ મુખ્ય માર્ગો તોડી પાડવામાં આવ્યા જેને લઇને શહેરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને ડીસાના મુખ્ય માર્ગ એવા બગીચા સર્કલથી ફુવારા સર્કલ સુધી તુટેલા ફુટેલા મુખ્યમાર્ગને લઈને નગરપાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
ઉડતી ધુળની ડમરીઓને લઈને સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ નગરપાલિકા દ્વારા કોઈજ ધ્યાન લેવામાં આવતું ન હતું ત્યારે હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભાજપના સત્તાધિશોને ફાયદો કરાવા માટે આજે બગીચા સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી નવિન ડામર રોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જ્યારે સિવિલ હોસ્પિટલથી ફુવારા સર્કલ રોડનું કામ અધુરું છોડી દેવામાં આવ્યું છે જેને લઇને “કભી ખુશી કભી ગમ”નો માહોલ જોવા મળી રહ્યો છે.
જ્યારે રોડ બનાવતાં કોન્ટ્રાકટર દ્વારા માત્ર મજુરોના ભરોસે ડામર રોડ બનાવાની કામગીરી કરવામાં આવી રહી છે. એકપણ સુપર વાઈઝર કે એન્જિનિયર હાજર જોવા મળી રહ્યાં નથી રામ ભરોસે નવિન રોડ બનાવાની કામગીરી કરી કોન્ટ્રાકટર દ્વારા સરકારના ટેન્ડર નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે સરકારની કોવિડ-19ની ગાઈડલાઈન અમલમાં હોવા છતાં ડામર રોડની કામગીરી કરતાં મજુરો, જી.સી.બી મશીન ડ્રાઇવરો માસ્ક પહેર્યા વગર ડામર રોડની કામગીરી કરતાં નજરે પડી રહ્યાં છે સરકારની કોવિડ-19 ગાઈડ લાઈનનું ખુલ્લેઆમ ભંગ થતો નજરે પડી રહ્યું છે.
ડીસા શહેરમાં જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર ફરતાં નજરે પડે તો નગરપાલિકા તથા પોલીસ દ્વારા સરકારના નિયમો અનુસાર 1000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે ત્યારે આજે નવિન રોડ બનાવાની કામગીરી કરતાં કોન્ટ્રાકટરના મજુરો માસ્ક પહેર્યા વગર નજરે પડી રહ્યાં છે ત્યારે નગરપાલિકાના ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કોવિડ-19 ની ગાઈડ લાઈનનું ફરજીયાત પાલન કરવાનું જણાવ્યું છે છતાં કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ ટેન્ડર નિયમોનું ઉલ્લંધન કરતાં નજરે પડી રહ્યાં છે.
આજે નગરપાલિકા દ્વારા બગીચા સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી નવિન ડામર રોડ બનાવાની કામગીરી હાથ ધરાતાં આ વિસ્તારના લોકોમાં અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે જ્યારે સિવિલ હોસ્પિટલથી ફુવારા સર્કલ સુધી રોડની કામગીરીમાં બાકાત રાખવામાં આવતાં શહેરજનોમાં “કભી ખુશી કભી ગમ”નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સિવિલ હોસ્પિટલથી કુવારા સર્કલ સુધી વિસ્તારના લોકો સાથે થયેલા અન્યાયને ન્યાયમાં પરીવર્તન કરી સિવિલ હોસ્પિટલથી ફુવારા સર્કલ સુધી નવિન ડામર રોડ બનાવાની કામગીરી ચાલું કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
From – Banaskantha Update