બનાસકાંઠામાં રોડ અકસ્માતોનો સિલસિલો યથાવત. ગઈ કાલે શનિવારે જ બનાસકાંઠાના કાંકરેજમાં ટ્રેક્ટર પલટી મારી જાતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે વહેલી સવારે બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું.
થરાદ સાંચોર હાઈવે પર આજે વહેલી સવારની ઘટના. વહેલી સવારે આજે થરાદ સાચોર હાઈવે પર સર્વોત્તમ હોટેલ નજીક બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો. ટ્રેલરમાં અકસ્માત સર્જાયા બાદ આગ ભબુકી ઉઠી હતી. આગ લાગતા આગમાં ટ્રેલર ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું.
થરાદ સાંચોર હાઈવે પરના આ અકસ્માતમાં આગમાં બળીને એકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે થરાદ રેફરલ ખસેડાયો હતો. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
From – Banaskantha Update