દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીની અસર લોકોના સ્વાસ્થ્ય પર તો પડે જ છે પરંતુ લોકોને આર્થિક રીતે પણ નબળા બનાવી રહ્યું છે આ કોરોના મહામારી. ગુજરાત સહીત દેશભરમાં કોરોનાએ જ્યારથી પોતાનો કહેર વર્ષાવ્યો છે ત્યારથી લોકડાઉન અને લોકડાઉન જેવી પરીસ્થિતિઓ આજ સુધી રહી છે.
હાલમાં ગુજરાતમાં ઘણા શહેરોમાં મીની લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ લાગેલ છે. તેવામાં બનાસકાંઠામાં મોટા ભાગના શહેરોમાં સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બનાસકાંઠાના ડીસામાં જીલ્લાનું સૌથી લાંબુ કથિત સ્વયંભુ લોકડાઉન લોકો પર લાદવામાં આવ્યું છે.
આવી પરીસ્થીતીમાં આર્થિક રીતે સધ્ધર વેપારીઓ અને વ્યક્તિઓને તો ખાસ ફરક નથી પડી રહ્યો પણ નાના વર્ગના લોકો જેમની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ આવામાં સૌથી વધુ પીશાયી રહ્યા છે.
દેશભરમાં કોરોના મહામારીથી લોકોની આર્થીક સ્થિતિ ગગડતી જઈ રહી છે. તેવામાં ચોરી – તસ્કરીના બનાવોમાં પણ ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ થયો છે. ડીસામાં તસ્કરો ખુલ્લેઆમ પોલીસને પડકાર આપી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે.
ડીસાના ગાંધીલોક વિસ્તારમાં જ એક મહિના જેવા ટૂંકા ગાળામાં જ ત્રીજી વાર દુકાનોના તાળા તૂટ્યા. તસ્કરોએ એક જ રાતમાં જુદી જુદી 4 દુકાનોના તાળા તોડી ચોરી કરી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી. ડીસાના એક જ વિસ્તાર ગાંધીચોકમાં ટૂંકા ગાળાના સમયમાં જ ત્રણ-ત્રણ વાર તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ.
જોકે આ તસ્કરીમાં તસ્કરોને કાંઈ જ હાથે ના લાગતાં પરચુરણ લઈને તસ્કરોએ સંતોષ માન્યો હતો. વેપારીઓની સજાગતાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો. ચોરીના બનાવ બનતાના પગલે દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી.
From – Banaskantha Update