એસ.ટી બસ અને વિદ્યાર્થીઓની કાર વચ્ચે અકસ્માત સર્જાયો : 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

Share

રાજકોટથી કાલાવડ રોડ પર એસ.ટી. બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેટોડા જી.આઈ.ડી.સી. નજીક અકસ્માત સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તો બે ઈજાગ્રસ્ત થયા છે.

[google_ad]

ત્રણેય મૃત વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના વિદ્યાર્થી ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કાલાવાડ રોડ પર મટોડા જી.આઈ.ડી.સી. પાસે બપોરે એક વાગ્યાના આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોટર કાર અને એસટી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટથી રજૂણાની એસ.ટી. બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે આવતી GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. કારમાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કોલેજના વિદ્યાર્થી ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

Advt

 

અકસ્માતમાં નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધાગધરીયાના મોત નિપજ્યા છે. એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે જે.સી.બી.ની મદદ લેવી પડી હતી અને જે.સી.બી.ની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share