ડીસામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગના ચોથા માળેથી યુવક પટકાતાં મોતને ભેટ્યો

Share

 

 

ડીસાના વાડી રોડ ટેકરા વિસ્તારમાં આવેલા પલટન મંદિર પાછળ આવેલા પ્રધાનમંત્રીના તૈયાર થયેલા મકાનોના ચોથા માળથી યુવક પટકાતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. ટેકરા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતાં અર્જુન કાનાભાઇ મારવાડી (ઉં.વ.આ.25) માનસિક અસ્થિર હતો અને ઇંટ વાડામાં કામ કરતો હતો.

 

 

બુધવારે ઇંટ વાડામાં કામ કર્યાં બાદ ઘરે આવીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચોથા માળ પર ગયો હતો અને ત્યાંથી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

 

જેમાં માથામાં પહોંચેલી ઇજાઓ એટલી ગંભીર હતી કે તેને ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

આ અંગે તાત્કાલીક 108 વાન એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 વાનની ટીમ દોડી આવી હતી. જ્યારે યુવકના મોત બાદ તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share