દૂધ ભરવા આવતાં ટેન્કરના ચાલકે જ અકસ્માત સર્જ્યો
દાંતા તાલુકાના ભદ્રમાળ ગામમાં દૂધના ટેન્કરની ટક્કરે દૂધ લેવા નીકળેલા યુવકનું મોત નિપજ્યું હતું. ગામની ડેરીએ દૂધ ભરવા આવતાં ટેન્કરના ચાલકે જ અકસ્માત સર્જ્યો હતો. આ અંગે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના ભદ્રમાળ ગામમાં રહેતાં મોતીભાઇ સોમાભાઇ ડાભી શનિવારે રાત્રે ઘરેથી ગામમાં દૂધ લેવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ભદ્રમાળ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક કુવારસીથી માછલા જતાં પાકા રોડ ઉપર ગામની ડેરીમાં દૂધ ભરવા આવતાં ટેન્કર નં. GJ-01-DX-6246 ના ચાલકે ટક્કર મારી હતી.
જેમાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે રાજુભાઇ સોમાભાઇ ડાભીએ હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update