ડીસાના બુરાલમાં ખેડૂતના ખેતર અને સરકારી બોરના કેબલની ચોરી કરનાર 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસે 3 શખ્સો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા તાલુકાના બુરાલ ગામમાં કેટલાંક શખ્સોએ ખેતર અને સરકારી બોરના કેબલની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના બુરાલ ગામમાં રહેતાં પરથીભાઇ જોઇતાભાઇ ચૌધરી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓએ પોતાના ખેતરમાં બોર પણ બનાવેલ છે.

 

જો કે, બુધવારે સામાજીક પ્રસંગે બહાર ગયા હતા અને રાત્રે પરત આવી તેમના ખેતર ઉપર ગયા હતા. ત્યારે તેમના બોર ઉપર લાઇટ કનેક્શન માટેનો 6 એમ.એમ.નો વાયર કોઇ શખ્સ ચોરી કરી હોવાનું માલૂમ પડયું હતું.

 

જ્યારે સરકારી બોરનો પણ કેબલની ચોરી કરી હતી. આ અંગે પરથીભાઇ ચૌધરીએ ડીસા તાલુકા પોલીસ મથકે બુરાલ ગામના રંગાજી હરીજી દરબાર, વેલસિંગ હાલાજી દરબાર અને વેલસિંગ દરબાર સામે કેબલ
ચોરી કરવા બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે સરકારી બોર અને ખેડૂતના ખેતરમાં કેબલ ચોરી કરવા મામલે 3 શખ્સો સામે ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!