ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા
ડીસામાં બનાસ પુલ નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા કેટલાંય સમયથી ડીસા હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા બનાસ પુલ નજીક એક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારમાં સવાર 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
From-Banaskantha update