જુનાડીસાથી વીડી તરફ જતો રસ્તો ગંદકીમાં ગરકાવથી લોકોમાં આક્રોશ

Share

જુનાડીસાથી વીડી જતો માર્ગ આઝાદી કાળથી બિસ્માર અને ગંદકીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. આ બાબતે વીડી પરાના લોકોએ જુનાડીસા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં કે કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

[google_ad]

 

અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાડીસાનું વિડી પરા‌ તરીકે ઓળખાય છે અને આ પરૂ જુનાડીસા ગ્રામ પંચાયત આવતું હોવા છતાં જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા આઝાદી કાળના છ દાયકા વીતવા છતાં હજુ સુધી વીડી પરાને પાકો રસ્તો કે કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવી હોવાનો પણ ગ્રામજનોએ જુનાડીસા ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપ કરી મિડિયા સમક્ષ રોષ ઠાલવી જણાવ્યું હતું.

[google_ad]

વધુમાં જુનાડીસા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે વિડી પણ એક સભ્ય હોવા છતાં તેમની પણ માંગણીને કોઈ જ કાને ધરાતી નથી. જેને લીધે હાલમાં વિડીથી જુનાડીસા જતા માર્ગ પર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેના કારણે આવા કોરોના કાળમાં ગામના લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે કે કોરોનાનો ભોગ બની શકે તેવી ભિતી સેવાઈ રહી છે. વધુમાં જુનાડીસા ગ્રામ પંચાયત કયા કારણોસર વીડી પરાને કોઈપણ જાતની ગ્રાન્ટ ફાળવણી કરતી નથી કે પાકા રસ્તાની સુવિધા કરી આપતી નથી તે અંગે ઉચ્ચતંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવામાં તેવી વીડી પરાના લોકોની લાગણી સાથે માગણી છે.

 

From – Banaskantha Update


Share