ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અપાઇ : લોકોના ટોળેટોળા એકત્ર થયા
ડીસા તાલુકાના થેરવાડા ગામ નજીક મોડી સાંજે ટ્રેક્ટર અને બોરની ચરખી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના થેરવાડા ગામમાં બસ સ્ટેન્ડ નજીક બોરની ચરખી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જેમાં થેરવાડા ગામમાંથી પીરાજી ઠાકોર તેમની બોરની ચરખી લઇને જઇ રહ્યા હતા.
તે દરમિયાન બાઇવાડા તરફથી ઇલેક્ટ્રીક થાંભલા ભરીને આવી રહેલાં ટ્રેક્ટર અને ચરખી સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અપાઇ હતી.
From-Banaskantha update