ડીસાના જોરાપુરા નજીક બસના ટાયર નીચે માથું ચકદાઈ જતા કાતરવાના યુવકનું કરુણ મોત

- Advertisement -
Share

ડીસાના જોરાપુરા નજીક રવિવારે મોડી સાંજે મોટર સાયકલ પર ડીસા તરફ આવી રહેલ કાતરવાના યુવકનું મોટર સાયકલ પરથી પડી જતા પાછળથી આવી રહેલ બસના ટાયર નીચે ચકદાઈ જતા કરૂણ મોત નીપજયુ હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

લાખણી તાલુકાના કાતરવા ગામના પ્રવીણ ઈશ્વરભાઈ ખાંભલ્યા(રબારી) રવિવારે સાંજે પોતાના GJ-21-BF-6517 નંબરના મોટર સાયકલ ઉપર ડીસા તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન ડીસા-થરાદ હાઇવે પરના જોરાપુરા નજીક આવેલ રાધે-શ્યામ કોલ્ડ સ્ટોરેજ સામે અચાનક જ બળદ ગાડું આવતા મોટર સાયકલ ચાલક પ્રવીણ રબારીએ બાઇક ધીમું કરતા મોટર સાયકલ પરથી તેઓ નીચે ફટકાયા હતા.
આથી થરાદ તરફથી આવતી બસના ટાયર નીચે યુવકનું માથું ચગદાઈ ગયું હતું. આ અંગેની જાણ થતા જ જોરાપુરાના યુવા સરપંચ પ્રકાશ બાલાજી ઠાકોર સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરતાં તેઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, ફરજ પરના તબીબે પ્રવિણ ઇશ્વરભાઇ રબારીને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ થતાં જ યુવકના પરિવારજનો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કાતરવાના રબારી સમાજના આશાસ્પદ યુવકના મોતથી રબારી સમાજ સહિત મિત્ર વર્તુળમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. આ અંગે મૃતક યુવકના નાનાભાઈ રેવાભાઇ ઈશ્વરભાઈ રબારીએ ડીસા તાલુકા પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!