પાલનપુરના એક સરકારી આવાસમાં રહેતી યુવતી 8 મહિના પહેલા સાંજના સમયે દૂધ લેવા બહાર નીકળી હતી. ત્યારે તેના પરિચિત ત્રણ લોકો ગાડી લઈ ત્યાં આવ્યાં હતા અને અહીંયા શું કરે છે તેમ કહ્યું હતું. ત્યારે આ યુવતીએ દૂધ લેવા આવી છું તેમ કહેતા આ લોકોએ અમે પણ સરકારી આવાસમાં જઈએ છીએ તમારે આવવું હોય તો બેસી જા તેમ જણાવ્યું હતું. જેથી આ યુવતી આ લોકોને ઓળખતી હોવાથી ગાડીમાં બેસી ગઈ હતી.
આ દરમિયાન ગાડી લઈને આ લોકો આવાસમાં જવાની જગ્યાએ અંબાજી તરફ હંકારી મૂકી હતી અને જ્યારે યુવતીએ કહ્યું કે, અહીંયા કેમ જાઓ છો તો તેમણે કહ્યું હતું કે, અમે તને ઉઠાવવા આવ્યાં છીએ અને ચૂપચાપ બેસી રેહ નહીં તો ચાલુ ગાડીમાંથી ફેંકી દઈશું તેમ કહેતા યુવતી ડરી ગઈ હતી. અંબાજી જઈ અને એક શખ્સ યુવતીને લઈ સુરતની બસમાં બેઠો હતો. જ્યારે અન્ય બે શખ્સો ગાડી લઈ જતા રહ્યા હતા.
સુરત પહોંચ્યાં ત્યારે યુવકે યુવતીને તેના એક સંબંધીના ઘરે લઈ ગયો હતો અને તેનું અપહરણ કર્યુ હતું. જ્યારે પણ યુવક બહાર જતો ત્યારે રૂમને બહારથી તાળું મારી જતો હતો. આ દરમિયાન મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. જોકે, યુવતીની તબિયત ખરાબ થતા આ યુવકના સંબંધીએ સમજાવતા તે પોતાના એક ગામમાં લઈ આવ્યો હતો અને ત્યાં હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ તેને દવાઓ આપતો હતો અને વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.
તેમજ બહાર જવા દેતો ન હતો અને વારંવાર માર મારતો હતો. યુવતી મોકો જોઈ યુવકના ચૂંગલમાંથી ભાગી ગઈ. આ યુવતીએ આ યુવકના પિતાને આ બાબતે કહેતા તેણે કહ્યું હતું કે, તને ઉઠાવીને લાવ્યાં છીએ અમે જેમ કહીએ તેમ કર નહીં તો કાપીને ક્યાંક ફેંકી દઈશું તેવી ધમકી આપતા હતા.
યુવતીને તેના પિતાની નોકરી છોડાવી દેવાની ધમકીઓ આપતા હતા જેથી ડરી ગઈ હતી. તેના પિતા સાથે વાત પણ કરવા દેતા ન હતા. એક દિવસે આ લોકો ખેતરમાં ગયા ત્યારે મોકો દેખી યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી અને પિતાના ઘરે આવી ગઈ હતી.
જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેના પિતાએ તેને હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ તમામ હકીકત પિતાને કહેતા તેના પિતાએ પોલીસ મથકમાં લાલિત ચંદુ લેબોલા, કપિલ ચંદુ લેબોલા, વિજય કોદરવી, ચંદુ લેબોલા એમ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
From – Banaskantha Update