કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકને નુકશાનની ભીતિ સર્જાઇ રહી છે
દાંતા પંથકમાં વાતાવરણમાં સોમવારે પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે દાંતા પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
દાંતામાં દિવસ ભારે ઉકળાટ બાદ બપોરે દાંતા વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. ત્યારે વરસાદ વરસતાં આજુબાજુના વિસ્તારોમાં રહેતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
દાંતામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકને નુકશાનની ભીતિ સર્જાઇ રહી છે. તેમને પાકને નુકશાન સાથે મોટાભાગે નુકશાની વેઠવાનો વારો આવી શકે જેને લઇને ખેડૂતો આ કમોસમી વરસાદના લીધે
ચિંતિત થયા છે. દાંતા પથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં કમોસમી વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.
From-Banaskantha update