ડીસામાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

દેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

 

સમગ્ર ભારતમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત દેશ ભકિતના રંગમાં રંગાઇ ગયું છે.
ત્યારે શનિવારે ડીસા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીસાલા ચોકમાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં અખંડ ભારતીય કેસરીયા હીન્દુ પરિષદના પ્રમુખ ડો. અંકીતભાઇ રાવલના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું અને તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ડીસા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, કોંગ્રેસ અગ્રણી નરસિંહભાઇ દેસાઇ, શિવસેના પ્રમુખ કમલેશભાઇ ઠક્કર,

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઇ ચૌધરી, વોર્ડ નં. 4 ના કોર્પોરેટર વિજયભાઇ દવે, ડીસા વેપારી એસોસીએશનના પ્રમુખ જગદીશચંદ્ર મોદી, જાગૃત

 

નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવે, મંત્રી પ્રિતેશભાઇ શર્મા, અમદાવાદથી રૂતાબેન જાની, જાણીતા એડવોકેટ ગંગારામભાઇ પોપટ, એડવોકેટ હીનાબેન ઠક્કર અને અરવલ્લી જીલ્લા ગ્રાહક

 

સુરક્ષા પરિષદના અધ્યક્ષ સીરાજ મન્સુરી સહીતના અનેક ગણ માન્ય લોકોએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. જયારે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા 1,000 તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું અને તિરંગાને સહ સન્માન પોતાના ઘર, દુકાન અને ઓફીસમાં લહેરાવવા માટે અપિલ કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!