ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડીસાના સાંઇબાબા મંદિરની નજીક આવેલ પાર્કીંગમાં પાર્ક કરેલ બજાજ પલ્સર કોઇ અજાણ્યો તસ્કર ચોરી જતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે બાઇક માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાની નવદુર્ગા સોસાયટીમાં રહેતાં નટવરલાલ દરજી ડીસામાં બગીચા નજીક આવેલ આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટરમાં નટરાજ ટેલર નામની દુકાન ધરાવે છે.
જેઓ ગત તા. 09/07/2022 ના રોજ પોતાની માલિકીનું પલ્સર બાઇક નં. GJ-08-AA-897 નું બાઇક સાંઇબાબા મંદિર નજીક પાર્ક કરી દુકાનમાં ગયા હતા.
અને સાંજે ઘરે પરત જતી વખતે બાઇક લેવા જતાં ત્યાં પાર્ક કરેલું બાઇક જણાયું ન હતું. જયારે આજુબાજુમાં તપાસ કરી હતી.
અને તેમ છતાં બાઇક ન મળી આવતાં તેમને બાઇક ચોરી થયાનું માલૂમ પડયું હતું. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update