દારૂનો મોટો કેસ નહીં કરવા અને હેરાન-પરેશાન નહીં કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી
જામનગર શહેરમાં વધુ એક પોલીસ કર્મી ગુરુવારે લાંચ લેતાં એ.સી.બી.ના રંગેહાથ ઝડપાયો છે. ફરિયાદીને દારૂના કેસમાં હેરાન-પરેશાન નહીં કરવા બદલ રૂ. 23,000 ની લાંચ માંગતાં ફરિયાદીએ
એ.સી.બી.નો સંપર્ક કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી લાંચીયા પોલીસ કર્મીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરની ખોડીયાર નગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગૌસ્વામીએ ફરિયાદીનો દારૂનો મોટો કેસ નહીં કરવા અને હેરાન-પરેશાન નહીં કરવા બદલ રૂ. 23,000 ની લાંચની માંગણી કરી હતી.
લાંચીયા પોલીસ કર્મીએ માંગેલી લાંચની રકમ ફરિયાદીએ આપવી ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.એ ફરિયાદ બાદ ગુરુવારે છટકું ગોઠવી કેતનગીરી ગૌસ્વામીને રૂ. 23,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
એ.સી.બી.ની ટીમ લાંચીયા પોલીસ કર્મીને એ.સી.બી. પોલીસ સ્ટેશન લઇ જઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. એ.સી.બી.ના દરોડાના પગલે લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
From-Banaskantha update