ઈંફર્મેશન ટેકનોલોજી એસોસિએશન (PITA), પાલનપુર દ્વારા સાતમો બ્લડ ડોનેશન કેમ્પ પેથાણી બ્લડ બેંક, ગઢ ગ્રામ પંચાયત, ગઢ લેઉંવા યુવક મંડળ તથા ગામના દરેક સમાજના નાગરિકોના સહયોગથી ગઢ ખાતે રવિવારે યોજાયો.
જેમાં ગામના તમામ નાગરિકોએ અદમ્ય ઉત્સાહ અને સેવાભાવના સાથે બ્લડ ડોનેશન કરી આ નેક કામમાં સાથ આપ્યો હતો.
દરેક ડોનેટરને પાંચ લાખનો અકસ્માત વીમો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ વસંતભાઈ રાઠોડ, ડેપ્યુટી સરપંચ રમેશભાઈ કાપડી તેમજ એસોસિએશનના સભ્યો વતી અનિલભાઈ મોઢ(પ્રમુખ), હિતેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, હિદાયતભાઈ પરમાર, પરેશભાઈ પટેલે હાજરી આપી હતી.
ટોટલ 51 બોટલ એકઠી કરવામાં આવેલ. પાલનપુર ઈંફર્મેશન ટેકનોલોજી એસોસિએશન દર રવિવારે આ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જુદા જુદા ગામડાઓમાં કરી સેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
જેમાં પ્રમુખ અનિલભાઈ મોઢ અને એસોસિયેશનના સભ્યોની કામગીરીની દરેક ગામમાં સરાહના થઈ રહી છે.
From – Banaskantha Update