ડીસાના માલગઢ પાટીયા પાસે સોમવારે મોડી રાત્રે મારુતિ ૮૦૦ ગાડી અને સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મારુતિ ૮૦૦ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા એક વ્યક્તિ બળીને રાખ હતો .બનાવને પગલે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બનાવની જાણ થતા ડીસા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.જોકે અકસ્માત થવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.
#banaskantha ડીસા ભીલડી હાઇવે પર માલગઢના પાટિયા પાસે બે કારનો અકસ્માતમાં અલ્ટો કારનો ચાલકનું જીવતો સળગી મોત થયાની આશંકા pic.twitter.com/0zJvKRZlB7
— Banaskantha Update (@bknasamachar) December 30, 2019
ડીસા:દેલ્હી- કંડલા નેશનલ હાઈવે પર આવારનવાર અકસ્માતમાં ગાડીઓમાં આગ લાગવાથી ચાલક બળી ને મારવાની અનેક ઘટનો બની રહી છે થોડા મહિનાઓ અગાઉ એક ટ્રક ચાલક પણ બે ટ્રક અકસ્માતમાં ચાલક ટ્રકમાં જ ફસાઈ રહેવાથી જીવતો ભૂંજાયો હોત જયારે સોમવારની મધ્યરાત્રીએ ડીસા-ભીલડી હાઈવે પર માલગઢનાં પાટિયા પાસે એક મારુતિ ૮૦૦ કાર નંબર:GJ 01 HE 173૯(સળગેલી કાર પાસેથી મળી આવેલ નંબર પ્લેટના આધારે) ની કાર અને GJ 08 AJ 2130 નંબરની સફેદ સ્વીફ્ટ કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં મારુતિ ૮૦૦ માં આગ લાગી ગઈ હતી જયારે સ્વીફ્ટ કાર ચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઇ ગયેલ જયારે અકસ્માતની ઘટના બનતા આસપાસનો લોકો સળગેલ કાર પર પાણીનો મારો ચલાવી કાર ચાલકને બચવાનો પ્રયાસ કરેલ પણ આગ એટલી ત્રીવ હોવાથી કાર ચાલક સીટ પર ભૂંજાઈ દમ તોડી દીધો હતો જો કે ઘટના જાણ થતા ૧૦૮ ની ટીમ તેમજ ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી આગના બનાવની વિગત મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સમાચાર લખાય ત્યાર સુધી ડીસા તાલુકા પોલીસ મથકે ટેલીફોનીક પૂછતાં જાણવા મળેલ કે જે મૃતક કાર ચાલકનાં વાલી વારસાની વિગત મળી આવેલ નથી જેથી પોલીસ સ્ટાફ તેની તપાસના ચક્રોગતિ માન કાર્ય છે.