ડીસાના યુવકે વિદેશમાં વતનની યાદમાં ગામના નામ સાથે મળતો કારનો નંબર લીધો : કેલિફોર્નિયાના રસ્તાઓ પર ‘DEESA’ લખેલી કાર ફરશે

- Advertisement -
Share

સુજીલ બકુલભાઇ ખોઝાએ કેલિફોર્નિયા ડીસાનું નામ ગુંજતું કર્યું : અગાઉ કેલિફોર્નિયામાં પાલનપુરના ચિત્રાસણના તબીબ જુબેર સિંધી ચર્ચામાં આવ્યા હતા

 

મૂળ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસાના વતની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા સુજીલ બકુલભાઇ ખોઝાએ વિદેશમાં પોતાના વતન ડીસાના નામ અનોખી રીતે ગુંજતુ કર્યું છે.
ડીસાના વતની સુજીલ બકુલભાઇ ઓઝાએ પોતાની ટેસ્લા કંપનીની કારની નંબર પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘DEESA’ નામ લખાવ્યું છે.

આપણે ત્યાં નવું વાહન લઇએ ત્યારે R.T.O. દ્વારા જેમ પસંદગીના નંબરનો વિકલ્પ છે. તેમ અમેરિકામાં નંબરની જગ્યાએ મહત્તમ 6 થી 7 અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે.

મૂળ ડીસાના વતની બકુલભાઇ ખોઝાએ ટેસ્લા કંપનીની પોતાની કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘DEESA’ નામ લખાવ્યું છે.
આમ બનાસવાસીઓ દુનિયાના કોઇપણ ખૂણામાં વસવાટ કરતાં હોય પરંતુ પોતાના વતનને કાયમ યાદ રાખે છે.

ડીસાના વતની અને હાલ સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં રહેતાં સુજીલ બકુલભાઇ ખોઝાએ બિઝનેસમાં સારી સફળતા મેળવી એક નવી કાર ખરીદી હતી.

ત્યારે તેમણે વિચાર્યું કે, પોતાના વતન માટે શું કરી શકાય. જેથી તેમના પિતાને ખ્યાલ આવ્યો કે, પોતાની નવી ગાડી માટે ડીસા નામની નવી નંબર પ્લેટ બનાવી જોઇએ.

જેથી તેમણે પોતાની પહેલી ખરીદેલી કારમાં ‘DEESA’ નામની નંબર પ્લેટ લગાવી છે અને ડીસાના નામને સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં ગુંજતું કર્યું છે.

 

સુશિલ ખોઝાએ જણાવ્યું હતું કે, તેમનું આ એક સપનું હતું. તમે વતનથી દૂર જઇને ગમે તે કામ કરો પરંતુ પોતાના વતન માટે હંમેશા વિચારતાં રહો અને વતન ગર્વ અનુભવે તેવું કામ કરતા રહો.

 

થોડા સમય અગાઉ મૂળ પાલનપુરના અને કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા તબીબ જુબેર સિંધી પણ પોતાની કારને લઇને ચર્ચામાં આવ્યા હતા. તેમણે પોતાની કાર પર ગામનું નામ લખાવીને ગુંજતું કર્યું હતું.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની ડો. જુબેર સિંધીએ હોન્ડા કંપનીની પોતાની એકોર્ડ કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર ‘CHITRSN’ નામ લખાવ્યું હતું.

 

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં મૂળ અમરેલીનો ‘MUKHI’ ચર્ચામાં આવ્યો હતો. મૂળ અમરેલી જીલ્લાનો મંથન રાદડીયા ઓસ્ટ્રેલિયામાં ‘MUKHI’ (મુખી) નંબર પ્લેટની લક્ઝુરીયર્સ કારમાં ફરે છે.
મંથન રાદડીયાએ અત્યાર સુધીમાં કુલ 5 કાર્સ ફેરવી છે. જે તમામની નંબર પ્લેટ MUKHI (મુખી) નામથી હતી.

 

મૂળ પાલનપુરના રહેવાસી પ્રવિણ મિસ્ત્રી સિક્સ સેન્સ ટેક્નોલોજીના કારણે વિશ્વભરમાં જાણીતા થયા છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં પણ તેઓ થિંક ટેન્ક રહી ચૂક્યા છે.
તેઓ પોતાની કારના નેમ પ્લેટ માટે પણ જાણીતા છે. તેમની કારની નેમ પ્લેટ પર પાલનપુર લખ્યું છે અને કહ્યું છે કે હું જ્યાં પણ હોવ ત્યાં મારૂ પાલનપુર મારી સાથે હોય છે.

 

વિદેશ જતાં ભારતીયો પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ અનેક રીતે વ્યક્ત કરતાં હોય છે. જેમાં અનેક વિદેશીઓ પોતાની કારની નંબર પ્લેટ પોતાની સરનેમ (અટક) અથવા પોતાની જાતના નામની કે અન્ય સબંધિત
વ્યક્તિના નામની બનાવતાં હોય છે. પરંતુ વાપીની એક દીકરીએ પોતાની કારની નંબર પ્લેટ વાપી નામની લઇ વતનનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!