નાણી ગૌચરમાં કફોડી હાલતમાં ગૌવંશના ઘાસ ચારા માટે ગૌસેવકો અને હિંદુ યુવા સંગઠન વ્હારે આવ્યું

- Advertisement -
Share

ઘણા વર્ષોથી ગાયોની હાલત કફોડી છે ડીસાથી 20 કિલોમીટર દૂર આવેલ નાણી ગૌચરમાં હજારોથી પણ વધારે ગૌ વંશ છે જેમનું કોઈ આધાર નથી નિરાધાર છે ઉનાળાની શરૂઆતથી ચોમાસા સુધી ગાયોની હાલત ખુબ ખરાબ થઈ જાય છે ત્યાં ઘાસ ચારો ન મળવાના કારણે ગાયો ખૂબ જ દુખદ પરીસ્થિતિમાં છે.

હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે ગાયોની સંખ્યા ઓછી હોય તો પહોંચી વળાય પરંતુ હજારથી પણ વધુ ગાયો હોવાથી ત્યાં ઘાસ ચારાની સગવડ કરવી ખૂબ જ મુશ્કેલ છે જોકે દસેક દિવસથી રોજ બે ડાલા લીલું ઘાસ મોકલાય છે. આવી પરિસ્થિતિમાં નાણી ગામનાં મોતીભાઈ દેસાઈ, અલ્પેશભાઈ દેસાઈ તથા ડીસા જલીયાણ ગૌ શાળાના રમેશભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, મહેશભાઈ ઉદેચા, ગૌ સેવા સમિતિનાં કરણભાઈ ચૌધરી ઉત્તમભાઈ તથા પાલનપુરનાં ભાઈચંદભાઈ પંચાલ અને અમારા સંગઠનનાં સાથથી અને દાતા ઓનાં આર્થિક સહયોગથી ઘાસ ચારાની સગવડ કરાય છે.

છેલ્લા 4 વર્ષથી આ પરિસ્થિતિમાં મદદ કરાય છે જો ઘાસનાં મળે તો ગૌ વંશ ભૂખનાં કારણે બેસી જાય છે અને ત્યાંનાં ભૂંડ અને કૂતરાઓ જીવતી ગાયોને ભક્ષી જાય છે.

આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકીય લોકોને તથા કલેક્ટરને વારંવાર રજુઆતો કરી આવેદન પત્રો આપવા છતાંય કોઇપણ રીતે નિરાકરણ આવતું નથી. બે વર્ષ પહેલા ગૌસેવા સમિતિ દ્વારા 900 જેટલા બનાસકાંઠાની ગૌવંશને પાંજરાપોળો અને ગૌશાળામાં મોકલાયા હતા પણ કોરોના રોગચાળો આવતા આ કાર્ય બંધ કરાયું હતું. દર વર્ષે આ પરિસ્થિતિ પહોંચી વળવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તો ભૂખે તરસે મરતી ગાયો બચી જાય અને વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠાની ગૌ પ્રેમી સેવકો સાથ આપે તો આ કાર્ય પૂર્ણ થાય અને લોકોને અપીલ કરવામાં આવે કે ઘાસ ચારાની દાતાઓ દ્વારા મદદ મળે. આજ રોજ પણ બે આયીસર ગાડી, બે જીપ ડાલા અને એક ટ્રેક્ટર ઘાસ ચારો દાતાનાં સહયોગથી અપાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!