ડીસામાં પાલિકા જ્યાં જરૂર છે ત્યાં માર્ગ બનાવાની જગ્યા પર બીજી જગ્યાએ કરવામાં આવેલા વિકાસ કામો સામે વિરોધ

- Advertisement -
Share

વિકાસના કામોને લઇને આંધળી બની ચૂકેલી ડીસા નગરપાલિકા એવી જગ્યા પર માર્ગો બનાવી રહી છે કે જ્યાં અગાઉ માર્ગો બનેલા છે અને ત્યાં અત્યારે કોઈ રહેતું નથી અને જ્યાં લોકો માંગ કરી રહ્યા છે અને લોકો રહે છે તેવી જગ્યા પર પાલિકામાં અસંખ્ય રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા માર્ગો બનાવવામાં આવી રહ્યા નથી.

ડીસા શહેરના વોર્ડ નંબર એકમાં એવા ઘણા વિસ્તારો આવેલા છે કે, જ્યાં હજારો લોકો વસવાટ કરે છે અને ત્યાં રસ્તાની સુવિધા નથી. ત્યાના સ્થાનિક લોકો દ્વારા ત્યાં રસ્તા બનાવવા માટે ડીસા નગરપાલિકામાં અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા તેમની આ માંગણીની કોઈ જ દરકાર લેવામાં આવતી નથી.

તો બીજી તરફ ડીસા શહેરમાં એવા પણ અનેક વિસ્તારો આવેલા છે કે, જ્યાં ડીસા નગરપાલિકા દ્વારા માર્ગો બનાવવાની શરૂઆત કરવામાં આવી હોય અને ત્યાં હજુ સુધી કોઈ રહેવા પણ પહોંચ્યું નથી. એટલે કે ડીસા નગરપાલિકા ખાનગી બિલ્ડરોને આડકતરી રીતે ફાયદો કરાવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે ડીસા શહેરના જાગૃત નાગરિકોએ ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને ડીસા નગરપાલિકા દ્વારા ગેર વહીવટ ચલાવવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે.

વિકાસના કામો અત્યારે જનભાગીદારીથી કરવામાં આવી રહ્યા છેઃ ચીફ ઓફિસર

આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે, શહેરમાં જ્યાં જ્યાં માર્ગો બાકી રહી ગયા છે તે સ્થળો પર પણ આગામી સમયમાં જનભાગીદારીથી માર્ગો બનાવવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!