ડીસાના માલગઢમાં 16 વર્ષિય એક સગીરાને અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે યુવતીના પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાંણીમાં રહેતી 16 વર્ષિય સગીરા રાત્રે તેની માતા પાસે સૂતી હતી. તે દરમિયાન મોડી રાત્રે માતાએ જાગીને જોતાં તે ત્યાં ન હતી.
આ અંગે પરિવારજનોને જાણ કરતાં સગીરાની શોધખોળ કરી હતી. પરતું કોઇ અતો પતો મળ્યો ન હતો. તેણીને અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાનું પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું છે.
જ્યારે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોએ તેમની દીકરીની શોધખોળ કરતાં તેમની દીકરી મળી ન આવતાં આખરે પરિવારજનોએ 16 વર્ષિય સગીરાને ભગાડી જનાર અજાણ્યા શખ્સ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update