ડીસામાં રોટરી ક્લબ ડીવાઇન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઇ

- Advertisement -
Share

 

બાળકોની આંતરીક શક્તિ ખીલે અને નવા ક્રીએટીવ આઇડીયા સાથે આનંદ પ્રમોદ કરે તેમજ સાથે કોરોના કાળમાં જે સુષુપ્ત થઇ ગયા છે તેવા બાળકો એક્ટિવ થઇ હરખભેર શાળામાં આવી અને ભણી શકે તેવા સંકલ્પ સાથે આ ડ્રોઇંગ કોમ્પીટીશન ગુરૂવારે ઝવેરીનગર પ્રાથમિક શાળામાં યોજાઇ હતી.

 

 

જેમાં ધો. 1 થી 8 ના 204 બાળકોએ ભાગ લીધો હતો. દરેક બાળકોને ક્લર્સર અને ડ્રોઇંગ પેપર તેમજ તમામને બિસ્કીટ અને કેડબરી ચોકલેટનું પણ વિતરણ કરાયું હતું.

 

 

કાર્યક્રમમાં જજ તરીકે ડીસાના સેવાભાવી વ્યક્તિ એવા ચંદુભાઇ એ.ટી.ડી. સેવા આપી હતી. દરેક ધોરણ દીઠ વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ઇનામ અપાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને શિક્ષિકાઓએ સહયોગ આપ્યો હતો.

 

 

આ અંગે રોટરી ડીવાઇનના પ્રમુખ ડો.રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘ડીવાઇન રોટરી સંસ્થાએ ડીસા અને આજુબાજુના વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે.

 

 

અત્યારે સરસ મજાની વિચરતી જાતિના બાળકો માટે આશા કિરણ શાળા પણ નવા બસ સ્ટેશન જોડે ચાલુ છે અને અમુક સરકારી શાળાઓમાં દીકરીઓ માટે બાથરૂમના બાંધકામ હાથ ધર્યાં છે. જયારે કાર્યક્રમમાં પણ બાળકોનો ઉત્સાહ જોઇને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.’

 

સમગ્ર ઇનામના દાતા અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટે. ગીરીજાબેન અગ્રવાલ અને કવિતાબેન ઠક્કરે સુંદર આયોજન કર્યું હતું.

 

જ્યારે રોટે. કાન્તાબેન પટેલ, ડો. બિનલબેન માળી અને કિંજલબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી રોટે. હીનલબેન અગ્રવાલે કર્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!