ડીસાના માલગઢની પરિણીતાને સાસરીયાઓએ મારઝૂડ કરી દહેજની માંગણી કરી તગેડી મૂકતાં ચકચાર

- Advertisement -
Share

પરિણીતાએ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહીત સાસરીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

ડીસાના માલગઢમાં રહેતી પરિણીતાને પતિ સહીતના સાસરીયા દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મૂકતાં ચક્ચાર મચી ગઇ છે.
આ અંગે પરિણીતાએ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહીત સાસરીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામના હનુમાનનગરમાં રહેતાં હીનાબેન ભરતભાઇ ટાંક (માળી) ના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મોટી ઢાંણી ખાતે રહેતાં રમેશજી શંકરજી સુંદેશા સાથે સામાજીક રીત-રીવાજ મુજબ થયા હતા.

 

લગ્ન જીવન બાદ તેમને 3 દીકરીઓને પણ જન્મ આપ્યો હતો. જો કે, હીનાબેનને પુત્ર ન જન્મતા તેમના પતિ, સાસુ અને સસરા સહીતના અવાર-નવાર દહેજ મામલે મેણા-ટોણા મારતાં અને મારઝૂડ કરતાં તેઓ પોતાના પિયર આવી ગયા હતા.

 

જો કે, બાદમાં સાસુ, સસરા સહીત સમજાવતા પાછા પોતાના સાસરે રહેવા આવી ગયા હતા. જો કે, ગત તા. 07/07/2022 ના રોજ હીનાબેન રસોઇ બનાવતા હતા.

 

અને તે દરમિયાન તેમના પતિ, સાસુ, સસરા અને જેઠ અંદરો અંદર કોઇ વાતચીત કરતા હતા અને તે દરમિયાન તેમના પતિ તેમની પાસે આવી જેમ તેમ બોલવા લાગ્યા હતા.

 

તારા કારણે મારુ જીવન બરબાદ થઇ ગયું તારા કારણે ઘરમાં ઝઘડા મટતાં નથી. તેમ કહેતાં હીનાબેન કહેલ કે, મારા ઉપર ખોટી વાત નાખી મને કેમ હેરાન કરો છો જેના પગલે તેમના પતિ ઉશ્કેરાઇ ગયા હતા.
અને હીનાબેનને માર મારવા લાગ્યા હતા અને મોંઢા ઉપર મૂક્કો મારતાં હીનાબેનના મોંઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તે દરમિયાન તેમના સાસુ, સસરા અને જેઠ પણ ત્યાં દોડી આવ્યા હતા.
અને આ હીનાબેનને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને કહેવા લાગેલ તું અત્યારે જ તારી છોકરીઓને લઇ જતી રહે અમારે તને રાખવી નથી અને જો તું અહીંયા રહીશ તો તને જાનથી મારી નાખીશું.

 

જો કે, આ બનાવના પગલે હીનાબેન પોતાના પિતાને ઘરે દોડી આવી સઘળી હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી.
આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ રમેશ શંકરજી સુંદેશા, સાસુ શાન્તાબેન શંકરજી સુંદેશા, સસરા શંકરજી લખાજી સુંદેશા અને જેઠ ભરતભાઇ શંકરજી સુંદેશા (તમામ રહે. માલગઢ, મોટી ઢાંણી, તા. ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!