બનાસકાંઠાની એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ અને એસ.ઓ.જી. એ બુધવારે પેટ્રોલિંગ દરમિયાન વચગાળાના જામીન ઉપરથી પેરોલ ફરારી આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને જીલ્લા જેલમાં ધકેલી દીધો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા.
આ દરમિયાન બુધવારે બાતમીના આધારે કાચા કામના પેરોલ ફરારી આરોપી દિનેશભાઇ નારણભાઇ પ્રજાપતિને પાલનપુરથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને આગળની સજા ભોગવવા જીલ્લા જેલમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update