બનાસકાંઠા પોલીસે વચગાળાના જામીન ઉપરથી પેરોલનો ફરાર શખ્સને ઝડપ્યો

Share

 

બનાસકાંઠાની એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ અને એસ.ઓ.જી. એ બુધવારે પેટ્રોલિંગ દરમિયાન વચગાળાના જામીન ઉપરથી પેરોલ ફરારી આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને જીલ્લા જેલમાં ધકેલી દીધો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા.

 

આ દરમિયાન બુધવારે બાતમીના આધારે કાચા કામના પેરોલ ફરારી આરોપી દિનેશભાઇ નારણભાઇ પ્રજાપતિને પાલનપુરથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને આગળની સજા ભોગવવા જીલ્લા જેલમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 

 


Share