ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે ખેડૂતોને કચડવાના પ્રકરણમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે ડીસા અને ઝેરડામાં પણ યુવક કોગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ખેડૂતોને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા.
[google_ad]
છેલ્લાં ઘણા સમયથી ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં વિરોધ કરી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર વિસ્તારમાં ખેડૂતોની રેલી પર ગાડી ચડાવી ખેડૂતોને કચડવામા આવ્યાં હોવાના આક્ષેપ સાથે દેશભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
[google_ad]
યુપીના લખીમપુર ખીરીમાં ભાજપના ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર દ્વારા ખેડૂતોને કચડવામા આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યાં છે ત્યારે લખીમપુરની ઘટનામાં શહીદ થયેલ ખેડૂતોને ડીસા યુવા કોગ્રેસ અને ઝેરડા ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોગ્રેસ પક્ષના આગેવાનો અને યુવા કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update