થરાદ તાલુકાના સાબા ગામમાં ગૌચરની જમીનમાં ગામના જ લોકોએ દબાણ કર્યું હતું. જેમાં ગૌચરનું દબાણ હટાવવા માટે મંગળવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે દબાણ હટાવ ઝૂંબેશના પગલે અન્ય દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના સાબા ગામમાં ગૌચરની જમીન આવેલી છે. જેમાં ગામના જ લોકોએ દબાણ કર્યું હતું. ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના કાફલા સાથે મંગળવારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં વર્ષોથી ગામના જ લોકોએ દબાણ કર્યું હતું તેને હટાવી દેવામાં આવ્યું હતું. જ્યારે દબાણ હટાવ ઝૂંબેશને લઇ અન્ય દબાણદારોમાં ફફડાટ ફેલાયો હતો.
[google_ad]
From – Banaskantha Update