ડીસાના ડોક્ટર હાઉસની બાજુમાં આવેલ પિતૃકૃપા કોમ્પલેક્ષની સીડીની બાજુમાં આવેલ પાર્કીંગમાં પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા શહેરની સમૃધ્ધીનગર સોસાયટીમાં રહેતાં લલીતકુમાર મણીલાલ ચૌહાણ તેમની માલિકીનું બાઇક લઇ ડીસાના ડોક્ટર હાઉસની બાજુમાં આવેલ પિતૃકૃપા કોમ્પલેક્ષની સીડીની બાજુમાં આવેલ પાર્કીંગમાં પાર્ક કરી મોબાઇલ લેવા માટે દુકાન અર્થે ગયા હતા.
[google_ad]
જ્યારે પરત આવી જોતા તેમનું પાર્ક કરેલ બાઇક સ્થળ પર જણાયું ન હતું. જેથી આજુબાજુ તપાસ કરતાં બાઇક મળી આવ્યું ન હતું. જ્યારે મોબાઇલની દુકાનમાં લગાવેલ C.C.T.V કેમેરામાં ચેક કરતાં કોઇ બે અજાણ્યા શખ્સો બાઇકની ઉઠાંતરી કરી જતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો છે. આ અંગે બાઇકના માલિકે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update