સુરતના ડી.જી.વી.સી.એલના એક આસીસ્ટન્ટ લાઈનમેનને આજે ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ શખ્સે મટીરિયલ ઈશ્યૂ કરવા માટે થતાં પેપર વર્ક કરવા માટે લાંચ માગી હતી. જોકે, વાત એ.સી.બી સુધી પહોંચતા એ.સી.બીએ છટકું ગોઠવ્યું હતું. ACBએ શખ્સને નિઝર જુના બસ સ્ટેન્ડ ખાતે બજારમાં જાહેર રોડ પર લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
[google_ad]
આ ઘટનામાં ફરીયાદીને ડી.જી.વી.સી.એલ કંપનીમાં ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટનો કોન્ટ્રાકટ મળ્યો છે. આ જેમાં આરોપી એવા આસીસ્ટન્ટ લાઈનમેન મોહન શંભાજી ગુલાલે નિઝર તાલુકાના ડી.જી.વી.સી.એલમાં ઇલેકટ્રીક મટીરીયલ્સ ઇશ્યૂ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા હોવાથી તેમજ મટીરીયલ ઇશ્યૂ કરવા માટેનો ઓનલાઇન એમ.આર. અને સી.આર. નંબર વ્યારા ડીજીવીસીએલમાંથી ઇશ્યુ થાય છે. જે માટે જરુરી પેપરવર્ક આરોપીએ કરવાનું હોય છે. આ કામના આરોપીએ ફરિયાદીના કામને લગતા પેપરવર્ક કરવાના અવેજપેટે રૂ.5,000/- ની લાંચની માંગણી કરી હતી.
[google_ad]
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તા.01/07/2021 ના રોજ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.5,000/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો.
[google_ad]
આ ઘટનામાં ટ્રેપીંગ અધિકારી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ., તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ હતો, જ્યારે સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમના હતા.
[google_ad]
From – Banaskantha Update