થરાદના શિક્ષકે પ્રાથમિક શાળામાં વૃક્ષોનું જતન કરી શાળાની રોનક બદલી નાખી

- Advertisement -
Share

થરાદ તાલુકાના મોરથલ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં સાત વર્ષથી શિક્ષક તરીકે નિષ્ઠાથી ફરજ બજાવનાર લુણાવા ગામના વતની ભરતભાઇ ગોવાજી પરમાર થરાદ 2002માં મોરથલ પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે જોડાયા બાદ (હડવા ઢાંણી પેટા વર્ગ) (હાલ-અમરાજી ગોળીયા પ્રાથમિક શાળા)માં 2002થી 2004 સુધીની પ્રાથમિક શિક્ષકની ફરજ બજાવી હતી. ત્યારબાદ 2004થી 2014 સુધી સી.આર.સી. કો-ઓર્ડીનેટર લુણાવા તરીકે ફરજ બજાવી હતી અને 2014થી મોરથલ પ્રાથમિક શાળામાં શિક્ષક અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

 

 

ચાણક્યની એક પંક્તિ આજે તેમણે સાબિત કરી બતાવી

“शिक्षक कभी साारण नहीं होता प्रलय और प्रगति उनकी गोद में पलते हैं”

 

 

 

આજે ખાનગી શાળાઓને ઝાંખી પાડે તેવી બનાસકાંઠા જીલ્લાની થરાદ તાલુકાની મોરથલ ગામની સરકારી પ્રાથમિક શાળાની વાત કરવી છે. શાળા પરિવાર અને સારસ્વત મિત્રો, બાળકો, ગ્રામજનો સાથે આચાર્ય હસમુખભાઇ પ્રજાપતિ અને શિક્ષક ભરતભાઇ પરમાર જેઓ લોકડાઉન અને વેકેશનના સમયમાં પણ પોતે તેમના પરિવાર સાથે સમય પસાર કરવાના બદલે સવારમાં વહેલી શાળાએ આવીને પોતાની વાડીમાં મહેનત કરતાં એક ખેત મજૂરની જેમ તેમના પ્રયત્નોથી શાળાનું મેદાન ખીલી ઉઠ્યું છે.

 

 

 

 

શાળામાં ભરતભાઇ પરમારનો અથાગ પરિશ્રમ દેખાઇ આવે છે અને સારા કાર્યમાં સાથ આપનાર શિક્ષક મિત્રો એસ.એમ.સી. અને મોરથલ ગામની સમગ્ર યુવા ટીમના પ્રયત્નો થકી આપણે આજના ખાનગીકરણની લહેરમાં ખેંચાઇ જતાં વાલીઓને સરકારી શબ્દ પરનો વિશ્વાસ જાળવી રાખ્યું છે. ફરી શાળાની રોનક બદલનાર ભરતભાઇ પરમાર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!