ડીસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી મહિલાને તેના પતિ અને સાસરી પક્ષ દ્વારા અવાર નવાર ત્રાસ આપી દહેજની માંગણી કરતાં હોવાની ડીસા દક્ષિણ મથકે ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત જોઇએ તો, અનિતાબેન પટેલે ડાવસ ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ડીસાના પાલનપુર હાઇવે નજીક પોતાના મકાનમાં રહે છે. જેમના લગ્ન 2018માં જીગર પટેલ સાથે થયા હતાં. જ્યારે શરૂઆવતના છ એક મહિના તેમનો ઘર સંસાર સારી રીતે ચાલેલ હતો. પરંતુ તે બાદ તેમના પતિ તેમની સાથે અવાર નવાર ઝઘડો કરી અને માનસીક શારીરિક ત્રાસ આપતા હતાં.
જ્યારે તેઓએ તેમનો ઘર સંસાર ન બગડે તે માટે તેમના પતિનો ત્રાસ સહન કરતાં હતાં. જ્યારે આ અંગેની તેમને તેમના સાસુ, સસરા અને સાસરી પક્ષના લોકોને કરતાં તેઓએ પણ તેમના પતિનો સાથ આપી અનિતાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલ અને દહેની માંગણી કરી હતી. જોકે, ગત તા. 05/03/2021ના તેમના પતિએ ઘરે આવી શબ્દો બોલી ઝઘડો કરતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ તેના પતિ તેમજ સાસરી પક્ષના પાંચ સભ્યો વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે આ અંગે ડીસા દક્ષણિ પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ આરોપીઓ સામે નોધાયી ફરિયાદ:
1. જીગર રસિકભાઈ પટેલ
2. રસિકલાલ બબલદાસ પટેલ
3. પાર્વતીબેન રસિકભાઈ પટેલ
4. પીનલબેન કેતનભાઈ પટેલ
5. કેતનભાઈ રસિકભાઈ પટેલ
From – Banaskantha Update