જો તમારો ફોન પાણીમાં પડી જાય તો ચાલુ કરવા અપાનાવો આ ટ્રીક

- Advertisement -
Share

નવો સ્માર્ટફોન લેતી વખતે આપણને ઘણી ખુશી થાય છે, પરંતુ આ ખુશી ત્યારે ગમમાં ફરવાઈ જાય છે જ્યારે ફોન પાણીમાં પડી જાય છે. ઘણા વોટરપ્રૂફ ફોન્સ પણ બજારમાં આવે છે પરંતુ દરેક વ્યક્તિ વોટરપ્રૂફ ફોન લઈ શકતા નથી. કારણ કે તે મોંઘા હોય છે. આવી સ્થિતિમાં જો ફોન પાણીમાં પડી જાય અથવા વરસાદમાં ભીનો થઈ જાય તો કેટલીક રીતો દ્વારા ઠીક કરી શકાય છે.

આજે અમે તમને કેટલીક ટ્રીક જણાવીશું જેનાથી તમે પાણીમાં પડેલા ફોનને ઠીક કરી શકો છો. પાણીમાં પડેલા ફોનને બહાર કાઢ્યા બાદ તેને ચાલુ કરવાનો પ્રયાસ ક્યારેય ન કરો. ઘણા લોકો ફોન ચાલુ ચાલે છે કે નહીં તે તપાસવા માટે ફોન ચાલુ કરે છે, જે ખોટું છે.

પાણીમાંથી બહાર કાઢ્યા પછી પણ જો ફોન ચાલુ હોય તો પહેલા તેને બંધ કરો. ફોનાથી સીમ કાર્ડ અને માઇક્રો-એસડી કાર્ડ બહાર કાઢી લો. જો તમારા ફોનમાં દૂર કરી શકાય તેવી બેટરી છે, તો પછી બેટરીને પણ બહાર કાઢી લો. જો શક્ય હોય તો નોન-રિમુવેબલ બેટરીવાળા ફોનને મોબાઈલ રિપેરિંગ શોપ લઈ જઈને ફોનની બેટરી રિમૂવ કરી શકાય છે

આ સિવાય તે સમયે ફોન ચાર્જ કરવાનો પ્રયાસ પણ ન કરો. હેર ડ્રાયરથી ફોનને સૂકવો નહીં. હેર ડ્રાયરમાંથી ઘણી ગરમ હવા નીકળે છે, તે તમારા ફોનના પાર્ટ્સને મોટું નુકસાન પહોંચાડી શકે છે. નોર્મલ હવા આપવાથી પણ ફોનમાં જ્યાં પાણી નથી પહોંચ્યું તે ભાગોમાં પાણી પહોંચી શકે છે. આ તમારા ફોનને વધુ નુકસાન પહોંચાડે છે.

કાપડની સહાયથી ફોનમાં રહેલ પાણીને સૂકવી દો. પછી ચોખાની બોરીમાં ફોનને અંદર સુધી મૂકી દો. આ પદ્ધતિનો ઉપયોગ ફોનને સૂકવવા માટે થાય છે. ચોખાના કોથળામાં તેને ઓછામાં ઓછા 24 કલાક માટે છોડી દો. પછી ચેક કરો તમારો ફોન ચાલુ છે કે નહીં. જો ફોન ચાલુ ન હોય, તો પછી ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. ત્યાર બાદ તમે ફોનને કોઈ મોબાઈલ શોપ પર જઈને બતાવો. જો ફોન ચાલુ હોય તો ફોનમાં મ્યૂઝિક વગાડીને ચેક કરો કે, સ્પીકર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. જો બધું બરાબર કામ કરી રહ્યું છે તો તમારો ફોન એકદમ ઠીક છે.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!