સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજય સરકાર દ્વારા પ્રિ મોન્સુન પ્લાન અંતગર્ત વહીવટીતંત્ર ને તૈયારીના ભાગરૂપે સુચનાઓ આપવામાં આવી છે ત્યારે ડીસા નગરપાલિકા હદમાં આવેલ હરી ઓમ હાઈસ્કુલની સામે 30 વર્ષ જુનો હિંગળાજ ફ્લેટ આવેલ છે જે ફ્લેટનો સ્લેબ અચાનક આજે ધરાસાઈ થતાં બાજુમાં આવેલ સરદાર પટેલ સોસાયટીના એક રહેણાંક મકાનમાં સ્લેબ તુટી પડતાં મહીલાનો આબાદ બચાવ થયો હતો.
જેને લઇને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક અસરથી વર્ષો જુનો હિંગળાજ ફ્લેટ ને નગરપાલિકા દ્વારા ઉતારી લેવા માટે વોર્ડ નંબર 5ના ચુંટાયેલ સદસ્ય સાથે સરદાર પટેલ સોસાયટીના રહીશો દ્વારા આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રજુઆત કરતાં જણાવ્યું હતું કે આ હિંગળાજ ફ્લેટ 30થી 40 વર્ષ જુનો છે અને જર્જરિત થયેલ છે જે ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જી શકે છે ત્યારે તાત્કાલિક અસરથી હિંગળાજ ફ્લેટના માલિકને નોટીસ આપી રીનોવેસન કરાવી અથવા ફ્લેટને નગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા રજુઆત સાથે માંગ કરવામાં આવી હતી.
From – Banaskantha Update